પ્રણય તારો
Posted by dhruvpatel411(Nothing is impossible) | | Monday, January 28, 2013at 4:29 AM |
હવાનો ભાર કાયમ વા પવનમાં છે, પ્રણય તારો અશ્રુભીના નયનમાં છે, કહું તો શું કહું તમને વધારામાં, તમારી યાદ રોજે રોજ મનમાં છે. મુલાકાતો અટકી છે વર્તમાને તો , દિપાવી ચેતના તો સજની તનમાં છે. લગાવી ડૂબકી સાગર સમા જીવ માં , તો જગ આખું સહજ રીતે મંથનમાં છે. જગત જાણે પ્રણય તારો “સૂર” થકી , હતો નાદાન શોધું કે તું ધન માં છે.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment