લખ મને !
Posted by dhruvpatel411(Nothing is impossible) | | Wednesday, June 9, 2010at 9:25 PM |
કાગળમાં તારી યાદના કિસ્સા લખ મને ,
જો શક્ય હોયતો 'પ્રેમના ટહુકા' લખ મને !
તારા વિના અહીં તો છે ધુમ્મસ ફકત બધે
તારી ગલીમાં કેવા છે તડકા લખ મને !
અકળાઇ જાઉં છું, આવા અબોલા ના રાખ તું
તારા જ અક્ષરો.... વડે ઝઘડા લખ મને !
કોઇ મને, બીજા તો સહારા નહીં મળે
અમથા જ તારા હાથે દિલાસા લખ મને !
મારા જીવનનો પંથ હજી તો અજાણ છે
કયાં ક્યાં પડયા છે, તારાં એ પગલાં લખ મને !
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment