હળવે થી હૈય્યા ને હલકું કરાય નહિ.......
Posted by dhruvpatel411(Nothing is impossible) | | Wednesday, June 9, 2010at 9:18 PM |
વ્હાલમ ની વાતો કઈ વહેતી કરાય નહિ,
હળવે થી હૈય્યા ને હલકું કરાય નહિ.......
ગુનગુનતા ભમરાને કીધું કે દુર જા,
કળીઓના કાળજા માં પંચમ નો સુર થા,
ફોરમ ના ફળિયા માં ફોગટ ફરાય નહિ......
કુંજ-કુંજ કોયલડી શીદ ને ટહુકતી,
જીવન વસંતભરી જોબનિયે ઝૂકતી,
પાગલ ની પ્રીત કઈ અમથી કરાય નહિ....
પાગલ ની આગળ આ અંતર ને રેલાવું,
બોલ્યું બોલાય નહિ એવું શું બોલવું,
ઘેલાની ઘેલછાથી ઘેલા થવાય નહિ.... ......
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment