સુખ અને દુઃખ છે સિક્કાની બે બાજુ,
Posted by dhruvpatel411(Nothing is impossible) | | Saturday, March 13, 2010at 10:22 PM |
સુખ અને દુઃખ છે સિક્કાની બે બાજુ,
બધા જ સિક્કા કંઇ ખોટા નથી હોતા.
ધન મેળવવા મહેનત કરીએ છીએ આપણે,
બધા ના નશીબ સરખા નથી હોતા.
ભણતરની સાથે જોઇએ ગણતર,
પણ બધા કંઇ બુધ્ધિમાન બીલબલ નથી હોતા.
પ્રેમ પામવા મળે સાથે નફરત પણ,
બધાના મન કંઇ એક સરખા નથી હોતા.
જીવનની નાવમાં તરવું છે બધાને,
બધા કિનારા કંઇ એક સરખા નથી હોતા.
વાનરને નચાવી ખેલ દેખાડે સૌ કોઇ,
બધા કંઇ સાચા મડારી નથી હોતા.
જંગ જીતવી છે જીંદગીની સૌ કોઇને,
બધા કંઇ શતરંજના ખિલાડી નથી હોતા.
ખાલી હાથે આવ્યા ખાલી હાથે જવાના,
ઝભલાં અને કફનમાં ખિસ્સા નથી હોતા.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment