
હું પાગલ મારું મનડું પાગલ, પાગલ મ્હારી પ્રીત, પાગલ સ્નેહ, હૃદય મમ પાગલ, પાગલ મ્હારા ગીત. તું પણ થઈ જા મ્હારી સાથે, પાગલ હે મનમીત, પાગલ આ સંસાર સમુચો,પાગલ સૌની રીત. હસતો-રડતો પાગલ જેવો, ગાતો પાગલ ગીત, હાથ પકડ પાગલ થઈ ઉડીયે હે મારા મનમીત. સખી તું, થાતી ના ભયભીત, આ તો પૂર્ણ થવાની રીત, "હું" ભૂલી, પાગલ હું ની તું, બાસ પરમ થયેલી પ્રીત.
0 comments:
Post a Comment